નતાશાએ કહ્યું કે, 6 દિવસ પહેલાં માટે એક અર્જન્ટ કામ માટે પુણે જવું પડ્યું હતું. ત્યાંથી આવ્યા પછી મને બીમાર હોઉં તેવો અનુભવ થવા લાગ્યો. ત્રણ દિવસ પહેલાં મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો અને તેમાં હું પોઝિટિવ આવી. હાલ હું હોમ ક્વોરન્ટીન છું. હાલ મને તાવ અને શરીરમાં નબળાઈ છે. મારી સારવાર ચાલુ જ છે હું ઈમ્યુનિટી બુસ્ટર લઇ રહી છું. હું મારી દાદી અને બહેન સાથે રહું છું આથી તેમનો ટેસ્ટ પણ કરાવીશ.
તેણે કહ્યું કે, હું વાસ્તવમાં મારા સહકલાકાર બિપાસા બાસુ અને કરણસિંહ ગ્રોવરની સાથે ફિલ્મના પ્રમોશનમાં ભાગ લેવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહી હતી. પરંતુ કોરોના વાયરસના કારણે હવે આ સંભવ થઈ શકશે નહીં. અભિનેત્રીએ કહ્યું કે, ભગવાનની કૃપાથી હું જલ્દી સ્વસ્થ થઈ જઈશ. હાલમાં હું શારીરિક રૂપથી કમજોર અને થાક મહેસુસ કરી રહી છું. પરંતુ માનસિક રૂપથી હું ઉત્સાહીત છું હું ફિલ્મના દર્શકો દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયાની રાહ જોઈ રહી છું.