અમદાવાદઃ સાઈક્લોન સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ સહિત  ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અને 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે.


દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો 13 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તેમજ સૌરાષ્ટ્રમાં હળવે વરસાદ પડી શકે છે.