અમરેલીઃ લોકડાઉનના આશરે બે મહિના સુધી ગ્રીન ઝોન રહેલા અમરેલી જિલ્લામાં હવે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરત, અમદાવાદ, મુંબઈ સહિત દેશભરમાંથી માદરે વતન આવેલા લોકોના કારણે હવે અહીં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે જિલ્લામાં 35 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો હતો.


અમરેલીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 652 પર પહોંચી છે અને 19 લોકોના મોત થયા છે. જિલ્લામાં કુલ 421 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને 212 લોકો સારવાર હેઠળ છે. અમરેલીમાં આજે કોરોનાના 35 કેસ નોંધાયા હતા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

કયા ગામમાં નોંધાયા કેસ

અમરેલીના ચિતલ,  બાબરાના ખીજડિયા કોટડા, અમરેલીના નવા ખીજડિયા, બગસરાના વાંજાવડ, બગસરાની નગીના મસ્જિદ સામે, બાબરાના ગમા પીપળિયા, અમરેલીના ગિરિરાજનગર-3 અને સુખનાથપરા, અમરેલીના રંગપુર ગામ, બાબરાના લુણકી, બગસરાના સરદાર ચોક, કુંકાવાના સૂર્યપ્રતાગઢ, કુંકાવાના વડીયા, મોટી કુંકાવાર, લાઠીના માલવીયા પીપરિયા, રાજુલાના ખાખબાઈ,   રાજુલા, સાવરકુંડલાના ગાધકડા, વીજપડી, ખાંભાના પીપળવા, બાબરાના ઈશાપર, ચલાલા, ધારીના ગરમલી ચરખા, જાફરાબાદના ઉંચાણીયા સહિત કુલ 35 કેસ નોંધાયા હતા.



ગુજરાતમાં આજે કોરોનાના 1078 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 25 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 54,138 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 71,064 પર પહોંચી છે.