મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા બીજીવાર માં બનવા જઇ રહી છે. તેને ગયા મહિને જ સોશ્યલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને પોતાની પ્રેગનન્સી અને માં બનવા અંગે ખુલાસો કર્યો હતો. નેહા પોતાની પ્રેગનન્સીના દિવસો વિશે વાત કરતા હવે બતાવ્યુ કે તેને તે સમય દરમિયાન કેવા કેવા કષ્ટો વેઠ્યા, તેને કહ્યું તે પ્રેગનન્સી દરમિયાન કોરોનાથી સંક્રમિત થઇ ગઇ હતી. તે સમય ખરેખરમાં કઠીન હતો. નેહા જ્યારે કોરોના પૉઝિટીવ થઇ તો તે 24 દિવસની પ્રેગનન્ટ હતી. તેને આ બધી વાતોને લઇને બૉલીવુડ બબલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી હતી.
નેહા ધૂપિયા અને એક્ટર અંગદ બેદીએ વર્ષ 2018માં લગ્ન કરી લીધા. બન્નેના લગ્ન ગુપચુપ રીતે થયા. સોશ્યલ મીડિયા પર તસવીરો સામે આવ્યા બદા તેમના લગ્ન વિશે ખબર પડી. લગ્નના થોડાક મહિનાઓ બાદ જ નેહા ધૂપિયાએ એક દીકરીને જન્મ આપ્યો, જેનુ નામ મેહર છે.
આ ઇન્ટરવ્યૂ દરમિયાન બતાવ્યુ કે પહેલા અંગદ બેદી કોરોના પૉઝિટીવ થયો. ત્યારબાદ તેને ખુદમાં કોરોનાના હલકા સામાન્ય લક્ષણો અનુભવ્યા હતા. નેહા કહ્યું - હું આનાથી વધુ ડરી નહીં, મને ખુદને બધાની દુર રાખવાની હતી, અને આઇસૉલેટ થવાનુ હતુ. તે સમય અંગદ, મેહર અને મારા સ્ટાફ માટે ખુબ પરેશાનીનો દિવસ હતો. હું તેમ સમયે 24 દિવસની પ્રેગનન્ટ હતી અને મને મેહરની સાથે આઇસૉલેટ થવાનુ હતુ, તે પણ તે સમયે જ્યારે દિલ્હીમાં સતત કેસો વધી રહ્યાં હતા.
નેહા ધૂપિયાએ કહ્યું કે આ દરમિયાન હંમેશા માસ્ક પહેરીને રાખતી હતી, મેહરથી દુર રહેવા માટે હુ જમીન પર સુતી હતી. પ્રેગનન્ટ થવાના કારણે મને એક જ પૉઝિશનમાં સુવુ પડતુ હતુ, મેહર મને જમીન પર સુતી જોઇને કહેતી મમ્મા અહીં ખુબ જગ્યા છે , અહીં આવી જાઓ. આપણે એક ડરનો સમાનો કરી રહ્યાં છીએ, આવામા આપણે હિંમત રાખવાની જરૂર છે. અમારી હિંમતથી કામ લેવાનુ હતુ કેમ કે એક નાની સરખી બેદરકારી પણ ખતરનાક સાબિત થઇ શકતી હતી.
નેહા ધૂપિયાએ જુલાઇ મહિનામાં જ પોતાની પ્રેગનન્સી વિશે બતાવ્યુ હતુ. તેને સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી જેમાં અંગદ, મેહરની સાથે નેહા બેબી બમ્પમાં દેખાઇ રહી હતી. નેહાએ તેની સાથે લખ્યું હતુ કે અમારા ચારેય સાથે અમારી ફેવરેટ તસવીર....