મુંબઇઃ જાણીતી એક્ટ્રેસ નિયા શર્માનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર અત્યારે ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નિયા પોતાની દોસ્ત શ્વેતા શારદાની સાથે મુંબઇના સુમસામ રસ્તાંઓ પર સ્ટ્રીટ ડાન્સ કરતી દેખાઇ રહી છે. લોકોને આ વીડિયો ખુબ પંસદ આવી રહ્યો છે, અને તે આને જબરદસ્ત રીતે વાયરલ પણ કરી રહ્યાં છે. 


નિયા શર્માનો આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. નિયાએ લખ્યું- માત્ર 5 મિનીટમાં બનાવવામાં આવેલો વીડિયો.... વળી તેને પોતાની દોસ્ત શ્વેતાની પણ જબરદસ્ત પ્રસંશા કરી છે. નિયાએ કહ્યું કે શ્વેતાએ આ વીડિયોમાં જીવ નાંખી દીધો છે. આ વીડિયોમાં નિયા અને શ્વેતા એકદમ હૉટ લૂક આપતી દેખાઇ રહી છે. બન્નેએ બ્લેક આઉટફિટ પહેરેલુ છે. વળી નિયા અને શ્વેતા પોતાની કારમાંથી ઉતરીને આ ડાન્સ વીડિયો શૂટ કરી રહ્યાં છે. 


સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે નિયા શર્મા....
નિયા શર્મા હંમેશા પોતાના સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સની સાથે પોતાની હૉટ તસવીરો અને વીડિયો શેર કરતી રહી છે. નિયા શર્મા ટીવીની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પર એક્ટિવ રહે છે. તેના ફેન ફોલોઇંગ લાખોમાં છે. તેની હૉટ અદાઓ અને લૂક્સના લાખો દિવાના છે.