મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અને ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીનો ડાન્સ જલવો હવે વિદેશોમાં પણ જોવા મળી રહ્યો છે. તેને પોતાના સ્ટેજ પરફોર્મન્સથી મોરોક્કોના દર્શકોને ખુબ નચાવ્યા હતા. આનો વીડિયો પણ સામે આવ્યો છે, આ એક ડાન્સ વીડિયો છે.

નોરા ફતેહી સામાન્ય રીતે ભારતમાં પોતાનુ પરફોર્મન્સ બતાવતી હોય છે, હવે તેને વિદેશમાં એટલે કે મોરોક્કોમાં જઇને પણ ડાન્સનો જલવો બતાવ્યો છે. આ વીડિયો દિલબર દિલબર સોન્ગનુ અરેબિક વર્ઝન છે અને તેમાં એક્ટ્રેસ જબરદસ્ત ડાન્સનો કરી રહી છે, હાલ આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. સ્ટેજ પર એક્ટ્રેસ રેડ ડ્રેસમાં દેખાઇ રહી છે.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલ એક્ટ્રેસ યુટ્યૂબ પર જબરદસ્ત ડાન્સ વીડિયો આપી રહી છે, તાજેતરમાંજ તેનુ સોન્ગ એક તો કમ જિંદગાની રિલીઝ થયુ છે. જે ખુબ વાયરલ થઇ રહ્યું છે.