ગાંધીનગર: ગુજરાતમાં હાલ શિયાળીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસાદ પડે તેવી સંભાવના છે.

દક્ષિણ ગુજરાતનાં ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી બે દિવસ 30થી 40 કિલોમીટર પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી બે દિવસ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તેમજ દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

આ અંગે હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે, અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતાં તેની વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લામાં આગામી 25 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. નૈઋત્ના ચોમાસાએ હજુ આ સપ્તાહના પ્રારંભે વિદાય લીધી છે ત્યાં માવઠાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

હવામાન વિભાગે આગાહી પ્રમાણે, દાદરા નગર હવેલી, દિવ અને દમણમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તેમજ દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણમાં સામાન્ય વરસાદની સંભાવના છે.