મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી પલ્લવી જોશી હાલમાં પોતાની રિલીઝ માટે તૈયાર ફિલ્મ ‘ધ તાશકંદ ફાઈલ્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પોતાની ફિલ્મ ઉપરાંત અન્ય વિષયો પર પણ ચર્ચા કરી. તેની ફિલમ ધ તાશ્કંદ ફાઇલ્સમાં નસીરુદ્દીન શાહ છે.



પલ્લવીને નસીરુદ્દીન શાહ, આમિર ખાન અને સોની રાઝદાન જેવા કલાકારો દેશમાં અસુરક્ષા અનુભવતા હોવા બાબતે પૂછવામાં આવતાં તેણે એકદમ સ્પષ્ટ કહ્યું હતું કે તમે બધા લોકો પાકિસ્તાન જાવ. જો તમે પાકિસ્તાનમાં ખુશ રહેતા હો તો ત્યાં જાવ. જો તમને ભારતમાં અસુરક્ષા લાગતી હોય તો તમે દેશની બહાર નીકળી જાવ, તમે જ્યાં સુરક્ષિત અનુભવતા હો ત્યાં જાવ.



પલ્લવી કહે છે કે, મને નથી લાગતું કે આવી વાતો કરવામાં કોઈ ડર લાગવો જોઈએ, જો તમે સત્ય બોલો છો તો ડર કઈ વાતનો છે.