મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી પૂજા હેગડેને મળવા માટે ફેન્સે તમામ હદ વટાવી દીધી હતી. ભાસ્કર રાવ નામના એક શખ્સે અભિનેત્રી પૂજા હેગડેને જોવા માટે પાંચ રાત રસ્તા પર પસાર કરી હતી. પૂજાનો આ ફેન તેના માટે ચોકલેટ પણ લાવ્યો હતો. એક્ટ્રેસ પૂજા હેગડેએ આ ફેન્સનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

એક્ટ્રેસ પૂજા હેગડેએ ફેનનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે આભાર માન્યો હતો. અભિનેત્રીએ લખ્યું, ભાસ્કર રાવ મારા માટે મુંબઈ આવ્યો અને પાંચ દિવસ રાહ જોઈ એ માટે એનો આભાર. હું ખુશ છું. પરંતુ દુ:ખી પણ છું કે મારા ફેન્સને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ફક્ત એટલા માટે કે હું તમને ક્યારેય રસ્તા પર સૂતા જોવા નથી માંગતી. તમે બધા મારી હિંમત છો અને મને પ્રેમ બતાવવા બદલ ખૂબ ખૂબ આભાર.


પૂજા હેગડેના આ વીડિયોને અત્યાર સુધીમાં ઈન્સ્ટાગ્રામ પર 20 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પૂજાના ફેન્સ પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેન્સ કોમેન્ટ કરીને પૂજાના વખાણ પણ કરી રહ્યા છે. (વીડિયો પૂજા હેગડે ઈન્સ્ટાગ્રામ)