મુંબઇઃ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની બબલી એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાના ઘરમાં ખુશીઓની ઢોલ વાગ્યા છે. એક્ટ્રેસના ઘરે કિલકિલારીઓ ગુંજી ઉઠી છે. પ્રીતિ ઝિન્ટા બે જુડવા બાળકોની માં બની ગઇ છે. પોતાની જિંદગીના આ મૉસ્ટ હેપ્પિએસ્ટ મૉમેન્ટને પ્રીતિ ઝિન્ટાએ એક સોશ્યલ મીડિયા પૉસ્ટ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. પૉસ્ટમાં પ્રીતિ ઝિન્ટાએ પોતાના બે બાળકોના નામ પણ ફેન્સને બતાવ્યા છે. 


પ્રીતિ ઝિન્ટાએ બતાવ્યા પોતાના બે જુડવા બાળકોના નામ- 
પ્રીતિ ઝિન્ટાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હસબન્ડ સાથે પોતાની તસવીરની સાથે એક સ્પેશ્યલ નૉટ શેર કરીને આ ગુડ ન્યૂઝ આપ્યા છે. પ્રીતિ ઝિન્ટાએ પોતાની પૉસ્ટમાં લખ્યુ- હુ આજે તમારા બધાની સાથે અમારા અમેઝિંગ ન્યૂઝ શેર કરવા માંગુ છુ, હું અને જીન બહુજ વધારે ખુશ છીએ. અમારા દિલોમાં એટલો વધુ ગ્રેટિટ્યૂડ અને પ્રેમ ભરાઇ ગયો છે, કેમ કે અમારા ઘરે બે જુડવા બાળકો Jai Zinta Goodenough અને Gia Zinta Goodenoughએ જન્મ લીધો છે.