અભિનેત્રી પ્રિતી ઝિન્ટાનો સતત ત્રીજી વખત કોરોના વાયરસનો રિપોર્ટમાં નેગેટિવ આવ્યો છે. અભિનેત્રી હાલ આઈપીએલ 2020માં સામેલ થવા માટે દુબઈ પહોંચી છે. પ્રિતીએ કહ્યું હતું કે, તેનો હજુ બે વાર કોરોના ટેસ્ટ થવાનો બાકી છે. પ્રીતિએ એક વીડિયો પોસલ્ટ કર્યો હતો, જેમાં તે સોફા પર બેસેલી જોવા મળી રહી હતી અને પીપીઈ કિટ પહેરીને ડોક્ટર તેનું સેમ્પલ લેતાં હતા.

તેણે વીડિયો કેપ્શનમાં લખ્યું હતું કે, ત્રીજી વખત કોરોના ટેસ્ટ થયો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું બહુ જ ખુશ છું અને તપાસ દરમિયાન હું એક જેંટલ લેડીની જેમ જોવા મળી હતી. આ મારે પહેલો કોરોના ટેસ્ટ અનુભવ છે. અભિનેત્રીએ કહ્યું, હજુ બે વાર કોરોના ટેસટ બાકી છે.

પ્રીતિ ઝિન્ટા હાલ દુબઈમાં છે. ત્યાં પ્રિતીને એક હોટલમાં કોરેન્ટાઈન કરવામાં આવી છે. એવામાં પ્રિતીએ કહ્યું હતું કે, તેને કોરેન્ટાઈનમાં કેવું જમવાનું મળી રહ્યું છે. તેણે કોરેન્ટાઈનને ત્રણ દિવસ થઈ ગયા છે જેના કારણે તે થોડી નિરાશ પણ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પ્રિતીએ કહ્યું હતું કે, દુબઈની હોટલમાં કોરેન્ટાઈન સમયે તેને કેવું જમવાનું મળી રહ્યુ છે.

પ્રિતીએ સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે . તે પોતાના ચાહકો સાથે જોડાયેલી રહેવા મટે પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. પ્રીતિએપોતાના ઈન્ટસ્ટાગ્રામ પેજ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડયોમં તે પોતાના ચાહકોને કહી રહી છે કે, તેને હોટલમાં જમવામાં શું આપવામાં આવી રહ્યું છે અને કેવી રીતે પેક કરીને આપી રહ્યાં છે.