#BehindTheTweets માં નજર આવનારી પહેલી ભારતીય સેલિબ્રિટી બની પ્રિયંકા ચોપરા
abpasmita.in | 08 Oct 2019 09:36 PM (IST)
પ્રિયંકા ચોપડાએ કહ્યું કે હું થોડાક સમયથી ટ્વિટરનો ઉપયોગ કરી રહી હતી. ફરી પોતાની જૂની ટ્વીટ જોવું અને તેના પાછળની કહાણીને યાદ કરવું ખૂબજ રસપ્રદ છે.
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરની વીડિયો સીરિઝ #BehindTheTweetsમાં નજર આવનારી પહેલી ભારતીય છે. #BehindTheTweets એક વીડિયો સીરિઝ છે જેમાં અનેક જાણીતી હસ્તીઓ પોતાના બહુચર્ચિત ટ્વીટ્સના પાછળના રાઝ ખોલશે. 37 વર્ષીય પ્રિયંકા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ સ્કાઈ ઈઝ પિંક ના પ્રોમોશનમાં વ્યસ્ત છે. તેની આ વીડિયો સીરિઝનો પહેલો વીડિયો સોમવારે ટ્વિટર પર રીલિઝ કરવામાં આવ્યો હતો. પ્રિયંકા ચોપડાએ કહ્યું કે હું થોડાક સમયથી ટ્વિટરનો ઉપયોગ કરી રહી હતી. ફરી પોતાની જૂની ટ્વીટ જોઈને અને તેના પાછળની કહાનીને યાદ કરવું ખૂબજ રસપ્રદ છે. ઉલ્લેખનીય છે કે હૉલિવૂડ હસ્તીઓ જેવી કે બ્લેક લાઈવલી, જોનાસ બ્રધર્સ અને કોલ સ્પ્રાઉઝ જેવા નામ પણ #BehindTheTweets સાથે જોડાયેલા છે.