નવી દિલ્હીઃ ટાટા મોટર્સે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં એક પણ નેનો કારનું પ્રોડક્શન કર્યું નથી. ફેબ્રુઆરીમાં એક નેનોના વેચાણની જરૂરિયાત હતી. જોકે કંપનીએ નેનોનું પ્રોડક્શન કાયમ માટે બંધ કરવાની જાહેરાત કરી નથી. કંપનીના અધિકારી સંકેત આપી ચૂક્યા છે કે એપ્રિલ 2020થી નેનોનું ઉત્પાદન અને વેચાણ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું હતું કે બીએસ-6 ઉત્સર્જન માપદંડ અને નવા સુરક્ષા નિયમ પુરા કરવા માટે નેનોમાં આગળ રોકાણની યોજના નથી.



ટાટા મોટર્સે જાન્યુઆરી 2008માં દિલ્હીમાં થયેલા ઓટો એક્સપોમાં આમ આદમીની કારના રૂપમાં નેનોને રજૂ કરવામાં આવી હતી. માર્ચ 2009માં શરૂઆતની કિંમત 1 લાખ રૂપિયા(બેસિક મોડલ)ની સાથે નેનો બજારમાં આવી હતી. જોકે આ કાર તેની આશા પર ખરી ઉતરી શકી ન હતી. છેલ્લા થોડા વર્ષથી વેચાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ટાટા મોટર્સે 297 નેનોનું પ્રોડક્શન કર્યું અને ઘરેલું બજારમાં 299 કાર વેચી હતી.



નેનોએ શરૂઆતથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. પહેલા પશ્ચિમ બંગાળના સિંગૂરમાં પ્લાન્ટ શરૂ કરવાનો હતો. પરંતુ જમીન અધિગ્રહણમાં રાજકારણ અને ખેડૂતોના વિરોધના કારણે પ્લાન્ટને ગુજરાતના સાણંદમાં શિફટ કરવો પડ્યો હતો. લોન્ચિંગ બાદ કાર સળગી જવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે તેને સૌથી સસ્તી કાર તરીકે પ્રમોટ કરવી તે એક ભૂલ હતી.

સુરત, નવસારીના વાતવરણમાં પલટો, વરસાદથી ડાંગરના પાકને થશે નુકસાન

બહેન બનાવી 15 વર્ષની સગીરા પર કર્યો રેપ, લગ્નની વિધિ પણ કરી, પછી.......

પાકિસ્તાનના આ સ્ટાર ખેલાડીના નામે T-20માં નોંધાયો શરમજનક વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગત