સુરતના અડાજણ, અઠવાલાઇન્સ, વરાછા, નાનપુરા, પીપલોદ, ઉધના સહિત અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણ ઘેરાયા બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો. નવસારી જિલ્લાના વાંસદામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
વરસાદ આવતાં ડાંગર અને નાગલીના પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. રાવણ દહનના સમયે જ વરસાદ તૂટી પડતાં આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતા.