નવી દિલ્લી: હાલ દેશમાં ઉરી હુમલા બાદ વાતાવરણ ગરમ છે, ખાસ કરીને બોલીવુડમાં પાક કલાકારોના કામ કરવાને લઈને છેલ્લા ધણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના દ્વારા પાક કલાકારોના બેન મામલે આંદોલન કર્યા બાદ કેટલાક અભિનેતા અને ડાયરેક્ટરો તેના બચાવમાં ઉતર્યા હતા. બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું પાક કલાકારો મામલે નિવેદન આવ્યું સામે પ્રિયંકાએ કહ્યું ફક્ત એક્ટરોને જ કેમ બોયકોટ કરવામાં આવે છે,એક્ટરો કોઇને નુકસાન નથી પહોંચાડતા કલાકાર માટે કલા એ જ એનો ધર્મ હોય છે.  હું એક રાષ્ટ્રવાદી છું, પણ કલાકારો કોઇને નુક્સાન નથી કરતા સૈનિકોના પરિવારજનો માટે દેશની સુરક્ષા સર્વોપરી છે, નહીં કે કલાકારો પર ચર્ચા. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્ક ખાતે આ નિવેદન આપ્યુ હતું.