‘ધ નેશન’ નો સંપાદકીય એ માટે પણ મહત્વપૂર્ણ છે કે તેને સરકારની સાથે સાથે ત્યાની આર્મીની પણ નજદિક માનવામાં આવે છે. સીમા પાર આતંકી હુમલાઓને ઉજાગર કરવામાં પ્રધાનમંત્રી મોદી કોઈ કસર નથી છોડતા તેનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે. કાલે પીએમએ પાકિસ્તાનને ઈશારામાં ‘આતંકીયોના દુલારા’ કહયું હતું. આ લેખમાં એ વાતનો પણ ઉલ્લેખ કાયો છે કે પાકિસ્તાનનું સૌથી નજદીકી ચીને પણ આતંકવાદ વિરૂધ્ધ ચિંતા પ્રગટ કરી છે. લેખમાં લખવામાં આવ્યું છે કે સરકારે ભેદભાવ વગર આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આ લેખમાં લખવામાં આવેલું પાકિસ્તાનને વિશ્ર્વમાં અલગ-થલગ કરવાનું મોદીનું નિવેદન દર્શાવે છે કે નવી દિલ્લી કઈ રીતે પોતાના નિવેદન પર અડગ છે. સાર્ક સંમ્મેલન રદ્દ કરવાથી લઈને પાક કલાકારોના બેન સુધી, મોદી સરકાર વૈશ્ર્વિક સ્તર પર પાકિસ્તાનને ઉજાગર કરી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન અલગ થશે તો પરિણામ એટલુ ગંભીર હશે કે તેની કલ્પના પણ નહી કરી શકે.
પાક મીડિયાની નવાઝ સરકારને ચેતવણી, કહ્યું વૈશ્વિક સ્તરે અલગ થશો તો આવશે ગંભીર પરિણામ
abpasmita.in | 17 Oct 2016 05:24 PM (IST)
નવી દિલ્લી: પાકિસ્તાની મીડિયાએ હવે પોતાની સરકાર પર પ્રહારો કરવાનું ચાલું કર્યુ છે. પાકિસ્તાનના પ્રમુખ અખબાર ‘ધ નેશન’ પોતાના સંપાદકિય લેખમાં લખ્યું કે આતંકવાદ વિરુધ્ધ નિષ્ક્રયતાના કારણે પાકિસ્તાન આજે વૈશ્ર્વિક સ્તર પર એકલું જોવા મળી રહ્યું છે. આ લેખમાં નવાઝ સરકાર અને સુરક્ષા એજંસીઓ પર નિશાન સાધવામાં આવ્યું છે.