નવી દિલ્લી: પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર કડક શબ્દોમાં હુમલો કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે પોતાની સત્તા આપી રહ્યું છે. તેની સાથે તેમને ચેતવણી આપી હતી કે, જે લોકો સાંપ પાળી રહ્યા છે, તેમને તેના ડંખ પણ સહન કરવો પડશે. ભારત આતંકવાદ વિરુદ્ધ છે પરંતુ અમારી જનતા તેમનાથી નફરત નથી કરતી. તેઓ તો આતંકવાદના કારખાનાને બંધ કરવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદને રોકવા જે અભિયાન ચાલી રહ્યા છે તેમાં મદદ કરવાની તૈયારી બતાવી છે.

ગૃહમંત્રી તરફથી પાકિસ્તાન પર હુમલો કરવાના એક દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીએ તેમને આતંકવાદને પોષણ કરનાર ભૂમિ ગણાવી હતી. ઉત્તર અને પૂર્વોત્તરના રાજ્યોની અંદર ચાલી રહેલા બે દિવસીય સમ્મેલનને સંબોધિત કરતા રાજનાથે કહ્યું, પાકિસ્તાનની પુરી સત્તા પ્રતિષ્ઠાન ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં લાગી છે.

સિંહે વધુમાં કહ્યું કે આતંકવાદની સરકારી નીતિને અપનાવીને પાકિસ્તાન માત્ર દક્ષિણ એશિયામાં જ નહીં અંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ અલગ પડી રહ્યું છે. તેમને કહ્યું, પાકિસ્તાન અમુક એવા મુદ્દાને લઈને એટલું અડિયલ છે, કે તે ન તો તે બીજાને ફાયદો પહોંચાડી શકે છે અને ન તો કોઈની ભલાઈ જોઈ શકે છે. કાશ્મીરને લઈને તેમના વિચારો એટલી હદ સુધી પહોંચી ગયા છે કે તે એક આતંકવાદી અને એક સ્વતંત્ર્તા સેનાનીમાં ભેદ પણ બતાવી શકે તેમ નથી.