મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ  રકુલ પ્રીત સિંઘ હાલ આઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે.  અભિનેત્રી રકુલે ઈબિજા વેકેશનથી પોતાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.


રકુલે બ્લૂ બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. રકુલની તસવીરોને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. રકુલે ફેન્સ માટે તસવીરો શેર કરી છે. આ તમામ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.


વર્કફ્રંટની વાત કરવામાં આવે તો રકુલ અજય દેવગન અને તબ્બુની સાથે ફિલ્મ 'દે દે પ્યાર દે'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રકુલની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો.


એક્ટ્રેસ રકુલ તેની આગામી ફિલ્મ 'મરજાવા'માં સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ અને તારા સુતારિયા સાથે જોવા મળશે.



(તસવીરો-ઇન્સ્ટાગ્રામ)