પોલીસ ઓફિસરની વર્દીમાં રાની મુખર્જીનો લૂક પ્રભાવિત કરનારો છે. ગોપી પુતરનના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં રાની મુખર્જી એસપી શિવાની રૉયની ભૂમિકા નિભાવી રહી છે. પહેલા ભાગ મર્દાનીમાં રાની મુખર્જી આ જ રૉલ નિભાવતી જોવા મળી હતી. મર્દાની 2 આદિત્ય ચોપડા પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે. મર્દાની 2ને 2019માં રિલીઝ કરવાની તૈયારી કરાઇ છે. મર્દાની, 2014માં રિલીઝ થઇ હતી અને લોકપ્રિય બની હતી.
ઉલ્લેખનીય છે કે, બીજા શિડ્યૂનું શૂટિંગ રાજસ્થાનમાં થશે, જે આગામી અઠવાડિયાથી શરૂ થશે. રાજસ્થાનના કોટા અને જયપુરમાં ફિલ્મનો ભાગ શૂટ કરવામાં આવશે. રાજસ્થાનના શિડ્યૂલ ખુબ મહત્વનો બતાવવામાં આવી રહ્યો છે. ફિલ્મના મોટાભાગના સીન્સ મુંબઇમાં પણ શૂટ કરવામાં આવશે.
નોંધનીય છે કે, મર્દાની ફિલ્મ 2014માં રિલીઝ થઇ હતી, ફિલ્મની કહાની ઇમાનદાર અને પ્રતિબદ્ધ પોલીસ કૉપ પર આધારિત હતી. આમાં રાની મુખર્જીનો અભિનય બાળકોની તસ્કરી કરનારી ગેન્ગનો પર્દાફાશ કરતો દર્શાવાયો હતો.