નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જેમ્સ ફોકનરે સોમવારે પોતાના જન્મદિવસના અવસર પર મોટો ખુલાસો કર્યો છે. 29 વર્ષના થયેલ જેમ્સ ફોકનરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરતાં કહ્યું કે, તે ગે છે.


જેમ્સ ફોકરે જન્મદિવસ પર પોસ્ટ શેર કરતી છે જેમાં તેની માતા અને બોયફ્રેન્ડ રોબર્ટ જબ્બની સાથે ડિનર કરતાં જોવા મળી રહ્યો છે. ફોકનરે પોતાના પોસ્ટમાં લખ્યું, ‘માતા અને બોયફ્રેન્ડ રોબર્ટ જબ્બની સાથે બર્થડે ડિનર’.


જોકે આ મામલે ફોકનરે અલગ જ ખુલાસો કર્યો છે. ફોકનરે ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ શેર કરી. જેમાં તેણે લખ્યું છે, એવું લાગે છે કે પાછલી રાત્રે મારી પોસ્ટને ખોટી રીતે સમજવામાં આવી છે. હું ગે નથી. જોકે LBGT સમુદાય તરફથી અને તેને મળી રહેલા સમર્થનને જોઈને સારું લાગી રહ્યું છે.



ફોકનર આગળ લખે છે, ‘આપણે તે ક્યારેય ન ભૂલવું જોઈએ કે પ્રેમ માત્ર પ્રેમ હોય છે. જોકે @robjubbsta માત્ર એક સારો મિત્ર છે. કાલે રાત્રે અમારે હાઉસમેટ થયાને પાંચ વર્ષ પૂરા થઈ ગયા. આટલા બધા લોકોનું સમર્થન જોઈને સારું લાગ્યું.’