બોલીવુડની જાણીતી એક્ટ્રેસને અજાણ્યા શખ્સોએ રસ્તા વચ્ચે જ ઊભી રાખીને આપી ગાળ, ડ્રાઇવરને ફટકાર્યો, જાણો વિગત
મુંબઈઃ જાણીતી બોલીવુડ એક્ટ્રેસ સાથે રસ્તા પર જ ગેરવર્તન થયું હોવાનો મામલો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ અભિનેત્રીને ગાળો આપવા સહિત તેના ડ્રાઇવરને લાફો માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના મંગળવારે મોડી રાતે મુંબઇના થાણેની છે.
શિલ્પા શેટ્ટીની બહેન શમિતાએ ‘મેરે યાર કી શાદી હૈ’, ‘ફરેબ’, ‘ઝહર’, ‘બેવફા’ અને ‘કેશ’ જેવી ફિલ્મો કરી છે.
પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસીની કલમ 279, 323, 504, 427 અને 34 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. શમિતા શેટ્ટીએ તેના કરિયરની શરૂઆત ફિલ્મ ‘મોહબ્બતે’થી કરી હતી. આ ફિલ્મ હિટ રકહી હતી પરંતુ તેની ક્રેડિટ શમિતાને મળી નોહતી. પ્રથમ જ ફિલ્મમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો.
રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 9’ની સ્પર્ધક અને એક્ટ્રેસ શમિતા શેટ્ટી તેના અંગત કામ માટે થાણેના વિવયાના મોલની નજીક ગઈ હતી. જ્યાં તેની કાર એક બાઇક સવાર સાથે અથડાઈ હતી. જે બાદ ઝઘડો શરૂ થયો હતો. આ દરમિયાન બાઇક સવાર સહિત તેના બે સાથીએ શમિતા સાથે ગેરવર્તન કરવા સહિત ગાળો આપી અને તેના ડ્રાઇવરને લાફો માર્યો હતો.