23 દિવસ બાદ શિલ્પા શેટ્ટી પહેલીવાર પુત્રી સમિશા સાથે જોવા મળી, જાણો કેવો હતો અંદાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Mar 2020 11:24 AM (IST)
એરપોર્ટ પર શિલ્પા શેટ્ટી બેબી પિંક શર્ટ ડ્રેસમાં હતી અને તેણે હાથમાં દીકરીને ઉંચી કરી હતી. દીકરી પર્પલ રંગના બ્લેન્કેટમાં હતી તેનો ચહેરો પણ દેખાતો નહોતો
મુંબઈઃ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા તથા રાજ કુંદ્રા 15 ફેબ્રુઆરીએ સરોગસીની મદદથી દીકરીની માતા-પિતા બન્યા હતાં. શિલ્પાએ મહાશિવરાત્રિના દિવસે પુત્રીના જન્મની જાહેરાત કરી હતી. શિલ્પાએ દીકરીની હાથની તસવીર પોસ્ટ કરીને કહ્યું હતું કે, તેણે દીકરીનું નામ સમિશા રાખ્યું છે. હવે, દીકરીના જન્મના 23 દિવસ બાદ શિલ્પા સમિશાને ઘરે લઈને આવી હતી. મુંબઈ એરપોર્ટ પર શિલ્પા પહેલી જ વાર દીકરી સાથે જોવા મળી હતી. એરપોર્ટ પર શિલ્પા શેટ્ટી બેબી પિંક શર્ટ ડ્રેસમાં હતી અને તેણે હાથમાં દીકરીને ઉંચી કરી હતી. દીકરી પર્પલ રંગના બ્લેન્કેટમાં હતી તેનો ચહેરો પણ દેખાતો નહોતો. રાજ કુંદ્રા તથા આઠ વર્ષા દીકરા વિવાને એક જેવા જ કપડાં પહેર્યાં હતાં. દીકરીની તસવીર શેર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે, ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો. અમને એ જણાવતા આનંદ થાય છે કે, લિટિલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે. સમીશા શેટ્ટી કુંદ્રા. સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020ના રોજ જન્મ થયો હતો. ઘરમાં જુનિયર SSK આવી ગઈ છે. એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું હતું કે, જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે જ તેણે દીકરીનું નામ સમિશા વિચારીને રાખ્યું હતું.