નવી દિલ્હીઃ આમ આદમીને રાહત આપનારા એક સારા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘણી સસ્તી થઈ ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ બે રૂપિયા 69 પૈસા પ્રતિ લિટર ઘટ્યો છે અને  દિલ્હીમાં ડીઝલના ભાવમાં બે રૂપિયા 33 પૈસા પ્રતિ લિટર ઘટાડો થયો છે. હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70.29 રૂપિયા અને ડીઝલની કિંમત 63.01 રૂપિયા છે.

સતત એક સપ્તાહથી ઘટી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે સતત સાતમાં દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 30 પૈસા જ્યારે ચેન્નઈમાં 31 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં દિલ્હી અને કોલકાતામાં 25 પૈસા જ્યારે મુંબઈ અને ચેન્નઈમાં 27 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો નોંધાયો હતો.

બીજી બાજુ વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં સોમ વારે આવેલ ઘટાડા બાદ રિકવરી જોવા મળી રહી છે. જણાવીએ કે, ક્રૂડ બજારમાં ભાગીદારીને લઈને મુખ્ય પ્રોડક્શનની કિંમતમાં છેડાયેલ પ્રાઈસ વોરને કારણે સોમવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 31.27 ડોલર પ્રતિ બેરલ સુધી પિહોંચી ગયા હતા જે ફેબ્રુઆરી 2016 બાદથી સૌથી નીચલી સપાટી છે.

ગુજરાતના મુખ્ય શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત (પ્રતિ લિટર)

શહેર             પેટ્રોલ       ડીઝલ

અમદાવાદ   67.84       65.94
રાજકોટ        71.8          69.10
વડોદરા        68.34       66.45
સુરત            67.81        65.89