દીકરીની તસવીર શેર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો. અમને એ જણાવતા આનંદ થાય છે કે લિટિલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે. સમીશા શેટ્ટી કુંદ્રા.
શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે 2009માં લગ્ન કર્યા છે. બંનેને એક પુત્ર છે અને હવે તેમના ઘરે એક નાની દિકરી આવી ગઈ છે. શિલ્પા અને રાજ કુંદ્રા સેરોગેસીના માધ્યમથી ફરી એક વખત માતા-પિતા બન્યા છે. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.
નોંધનીય છે કે, શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરે લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.