નવી દિલ્હી: ગત વર્ષે જૂનમાં MG Motorએ પોતાની એસયૂવી કાર MG Hevtor ભારતમાં લોન્ચ કરી હતી. આ કારને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. SUV સેગમેન્ટમાં એમજી હેક્ટર ખૂબ જ સફળ કાર છે. હાલ આ એસયૂવી માત્ર 5 સીટરમાં ઉપલબ્ધ છે. પરંતુ કંપનીએ હવે તેનું 6અને 7 સીટર મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આવો જાણીએ Hector plus વિશે....
આશા છે કે Hector plusને ભારતમાં 6 અને 7 સીટર ઓપ્શનમાં ઉતારવામાં આવશે. આ વર્ષે ઓટો એક્સપોમાં કંપનીએ તેના 6 સીટર મોડલને રજૂ કર્યું હતું અને આ સમયે કંપનીએ જણાવ્યું હતું કે તેનું 7 સીટર મોડલ લોન્ચિંગ સમયે રજૂ કરવામાં આવશે.

Hector plusને આ વર્ષે મે-જૂનની આસપાસ લોન્ચ કરવામાં આવી શકે છે. ગત વર્ષે જૂનમાં MG Motorએ પોતાની એસયૂવી કાર MG Hevtor ભારતમાં લોન્ચ કરી હતી. આ કારને સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે કંપનીએ એ વાતની જાહેરાત કરી છે કે Hectorને અત્યાર સુધીમાં 50,000થી વધારે બુકિંગ મળી છે, જ્યારે કંપની અત્યાર સુધીમાં 20,000 કરતા વધારે યુનિટનું વેચાણ કરી ચૂકી છે. MG Hector આ સમયે પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે. જેમાં ચાર મોડલ મળે છે.

એન્જિનની વાત કરવામાં આવે તો MG Hector BS6માં 1.5 લીટર પેટ્રોલ એન્જિન છે જે 143 bhp પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. ખાસ વાત એ છે કે BS6 એન્જિનમાં પણ એટલો જ પાવર મળશે જે BS4 મોડલમાં મળે છે. આ એન્જિન 6 સ્પીડ મૈન્યૂએલ અને DCT ઓટોમેટિક ગેરબોક્સ ઓપ્શનમાં છે. એન્જિન અપગ્રેડ સિવાય Hectorના ડિઝાઈન અને ઈન્ટીરિયરમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો.

ફીચર્સની વાત કરવામાં આવે તો 10.4 ઈંચની મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે જે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ સાથે જ તેમાં પૈનોરમિક સનરૂફ, 360 ડિગ્રી કેમેરા, 4-સાઈડ એડજેસ્ટેબલ કો ડ્રાઈવર સીટ, હીટેડ આઉટ સાઈડ રિયર વ્યૂ મિરર અને રેન સેંસિંગ વાઈપર્સ જેવા ફીચર્સ મળે છે.

Car loan Information:

Calculate Car Loan EMI