નવી દિલ્હીઃ ક્રિકેટ અને બોલિવૂડની વચ્ચેના સંબંધ જૂના છે. એમકે પટૌડી, મોહમ્મદ અઝહૂરદ્દીન, હરભજન સિંહ, યુવરાજ સિંહ, વિરાટ કોહલી કેટલાક એવા ક્રિકેટર્સ છે જેમણે બોલિવૂડની હસીનાઓને પોતાની હમસફર બનાવી. હાલમાં જ હાર્દિક પંડ્યાએ પણ બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિચ સાથે સગાઇ કરી અને કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની વચ્ચે રિલેશન હોવાની અફવા છે. એ કહેવું ખોટું નહીં હોય કે એક સમય ભારતીય ક્રિકેટના સ્ટાર ખેલાડીનું નામ જરૂર બોલિવૂડ એક્ટ્રેસ સાથે જોડાય છે.

સુરેશ રૈના આ મામલે અપવાદ છે. ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલ રૈનાએ બોલિવૂડ એક્ટ્રેસ સાથે લગ્ન નથી કર્યા અને ક્યારેય તેનું નામ પણ કોઈ બોલિવૂડ એક્ટ્રેસ સાથે જોડાયું નથી. પરંતુ એક એક્ટ્રેસ પર તે પોતાનું દિલ જરૂર દઈ બેઠા હતા. આ એક્ટ્રેસ હંમેશાથી રૈનાને ખૂબ જ પસંદ રહી છે. રૈનાએ હાલમાં જ એક શોમાં જણાવ્યું કે, કઈ એક્ટ્રેસ પર હંમેશાથી તેને ક્રશ રહ્યો છે.

રૈનાએ ‘જિંગ ગેમ ઓન’શોમાં ખુલાસો કર્યો હતો કે તેને બોલિવુડ અત્રિનેત્રી સોનાલી બેન્દ્રે ઘણી પસંદ હતી અને તે કોલેજના દિવસોમાં તેની સાથે ડેટ પર જવાના સપના જોતો હતો. રૈનાને શો માં સોનાલી બેન્દ્રેનો ખાસ મેસેજ પણ સંભળાવ્યો હતો જેને જોઈને તે ઘણો ખુશ થયો હતો. થોડા મહિના પહેલા સોનાલી કેન્સર સામે લડીને બહાર આવી છે. તે સમયે રૈનાએ તેને ખાસ મેસેજ મોકલ્યો હતો. સોનાલી બેન્દ્રેએ સરફરોઝ, હમ સાથ-સાથ હૈ, દિલજલે જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

રૈનાએ શોમાં એ પણ જણાવ્યું હતું કે તેની ચાર વર્ષની પુત્રી ગ્રાસિયા તેના જીવનમાં કેટલી મહત્વની છે. રૈનાએ કહ્યું હતું કે મારી પુત્રી મારો સૌથી મોટો સપોર્ટ છે. તેના આવવાથી મારી જિંદગી બદલી ગઈ છે. તેની સાથે જે સમય પસાર કરું છું તે ઘણો કિંમતી છે. તે મારી ટ્રાવેલ બડી છે અને જિમ બડી પણ.