મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે. શિલ્પા પોતાના વેકેશનની તસ્વીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. હાલમાં જ શિલ્પાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે વોટર થેરેપી લેતી જોવા મળી રહી છે.


શિલ્પા શેટ્ટીએ વીડિયો શેયર કરતા કહ્યું, આજનો દિવસ મારા માટે ખૂબ શાનદાર રહ્યો. હુ મારા વિશે કંઈક જણાવવા માંગુ છુ, મને સ્વીમિંગ નથી આવડતુ. મે અનેક પ્રયાસો કર્યા પણ ન કરી શકી, પરંતુ આજે મે જાણ્યુ કે માતાની કોખમાં બાળક કેવુ ફીલ કરે છે. મારા ચેહરા પર મારુ હાસ્ય આ ખુશીને સહેલાઈથી બતાવી શકે છે.


આ વીડિયોમાં શિલ્પા સાથે એક ટ્રેનર પણ જોવા મળી રહી છે. શિલ્પા શેટ્ટી પાણી અંદર થેરેપીને ખૂબ એન્જોય કરી રહી છે.