વનડેમાં મલિંગાના યોગદાનને શ્રીલંકાની સાથે સાથે આઈસીસીએ પણ બિરદાવ્યું છે. જોકે આ સાથે ICCએ ભાંગરો વાટ્યો હતો. ICC પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર મલિંગાની વનડે કારકિર્દી સાથે જોડાયેલ આંકડા ખોટા દર્શાવા હતા. મલિંગા 226 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. પરંતુ આઈસીસીએ 225 મેચ લખ્યા. મલિંગાએ તેના વન ડે ઇન્ટરનેશનલ કારકિર્દીમાં કુલ 338 વિકેટ ઝડપી છે. પંરતુ આઈસીસીએ 335 વિકેટનો ઉલ્લેખ કર્યો.
ICCની આ ભૂલના કારણે યુઝર્સ દ્વારા તેને ટ્રોલ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ICC પહેલા પણ આવો ભાંગરો વાટી ચૂક્યું છે. 22 જુલાઈના રોજ ટ્વીટર એકાઉન્ટ પર ICCએ મોટી ભૂલ કરી હતી. જેમાં શ્રીલંકાના દિગ્ગજ સ્પીનર મુથૈયા મુરલીધરનની જગ્યાએ અન્ય એક ખેલાડીની તસવીર શેર કરી હતી. જો ભૂલ સમજાતા બાદમાં ICCએ પોસ્ટ હટાવી દીધી હતી.