અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પિતા સુરેંદ્ર શેટ્ટીનું હાર્ટ અટેક આવતા અવસાન
abpasmita.in | 11 Oct 2016 02:48 PM (IST)
મુંબઈ: અભિનેત્રી અને રિયાલીટી શોની જજ શિલ્પા શેટ્ટીના પિતા સુરેંદ્ર શેટ્ટીનું અવસાન થયું છે. સુરેંદ્ર શેટ્ટીને હાર્ટ અટેક આવતા તેમને કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે દશેરાના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. પત્ની સુનંદા અને બંને દિકરીઓ શિલ્પા-શમિતા તેમજ આખા પરિવાર શોકમાં છે અને હાલ મીડિયા સાથે વાત કરી નથી. સુરેંદ્ર શેટ્ટીની અંતિમ વિધિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.