નવી દિલ્હીઃ હાલમાં જ એક શોના પ્રોમો લોન્ચ થયો છે. તેમાં શ્વેતા તિવારીનો ખૂબ જ હોટ સીન છે. તેમાં શ્વેતા ખૂબ જ સેક્સી અંદાજમાં ઓન સ્ક્રીન કિસ કરતી જોવા મળી રહી છે જેની ચર્ચા થઈ રહી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું કે, શું તેની દીકરી પલક તિવારીને તે પ્રોમો પસંદ છે, જેમાં તમે ઓન સ્ક્રીન કિસ કરી રહ્યા છો. તેના પર શ્વેતા તિવારીએ ખૂબ જ સંતુલિત જવાબ આપ્યો.

શ્વેતાએ કહ્યું કે, મેં આ ટ્રેલર મારી દિકરી પલકને બતાવ્યું હતું તો તેણે તેની પ્રતિક્રિયા આપી હતી. શ્વેતાએ કહ્યું કે, જ્યારે પ્રોમો લાઈવ થયો તો થોડીવાર માટે તો હું ડઘાઈ ગઈ હતી. મેં મેકર્સને બોલાવ્યા અને પૂછ્યું કે આ શું છે? મને ટ્રેલર પસંદ નથી આવ્યું.



શ્વેતાએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, હું આ ટ્રેલર મારી માતા, પરિવાર અને મિત્રો સાથે કેવી રીતે જોઈશ? જે પછી મેં મારી દીકરીને આ ટ્રેલર મોકલ્યું અને પલકે કહ્યું કે, વાહ મા, ટ્રેલર તો ખૂબ જ શાનદાર છે. પછી મેકર્સને મે સોરી કહ્યું અને માફી માગી.