INSIDE PIC: સોનમ કપૂરની મહેંદી સેરેમનીમાં બોલિવૂડની કઈ કઈ હસ્તીઓ ઉમટી પડી
શ્રીદેવીની નાની દિકરી ખૂશી કપૂર અને સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરે પણ મેહંદી લગાવી હતી.
લગ્ન પહેલાં દુલ્હન અને દુલ્હો બહુ ખુશ જોવા મળી રહ્યા છે અને ધામધુમથી લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર સોનમ કપૂરની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે. જે બહુ જ વાયરલ થઈ હતી.
સોનમના લગ્નને લઇને ફિલ્મમેકર કરણ જોહર બહુ જ ઉત્સાહિત છે. અહેવાલ મળી રહ્યા છે કે તેઓ સંગીતમાં પરફોર્મ પણ કરશે. આ ઉપરાંત તેમણે સોનમ માટે એક સ્પેશિયલ વેડિંગ ગિફ્ટ પણ પ્લાન કરી છે.
સોનમના ઘરે મહેમાનો માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. પોતાની કઝિન સોનમ કપૂરની મહેંદી સેરેમનીમાં જ્હાવી કપૂર સફેદ ડ્રેસમાં જોવા મળી હતી.
મુંબઈ: અભિનેત્રી સોનમ કપૂરના 8 તારીખે આનંદ આહૂજા સાથે લગ્ન ગ્રંથીથી જોડાશે. તેની તડામારા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સોનમ કપૂરના ઘરે રવિવારે મહેંદી સેરેમની યોજાઈ હતી. જેમાં બોલિવૂડની મોટાભાગની હસ્તીઓ આવી પહોંચી હતી.