આ હોટ એક્ટ્રેસે કહ્યું- બોલિવૂડમાં યુવતીઓનું થાય છે જાતીય શોષણ
તમને જણાવી દઈએ કે સની લિયોનીની ફિલ્મ ‘તેરા ઈંતજાર’ 24 નવંબરે રિલીઝ થવાની છે. જેમાં તે અરબાઝ ખાન સાથે રોમાંન્સ કરતી નજર પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએડલ્ટ ઈંડસ્ટ્રીમાંથી બોલીવુડમાં પગ મુકનાર સની લિયોની તેના પહેલા પણ બોલ્ડ સ્ટેટમેંટના કારણે ચર્ચામાં રહી છે.
સની લિયોનીએ ઈંડસ્ટ્રીમાં યૌન શોષણ પર કહ્યું કે, પીડિતોએ આ કહેવું જોઈએ કે આ ખોટું છે, બદલાવ માટે તેણે પોતેજ બોલવુંજ જોઈએ. જો તે નહીં બોલે તો કંઈજ નહીં બદલાઈ.
વર્લ્ડ વાઈડ #MeToo કેંપેન ટ્રેંડ કર્યા બાદ બોલીવુડની ખૂબજ ઓછી અભિનેત્રીઓએ યૌન શોષણ પર બોલી છે. પરંતુ સની લિયોની તેના પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. એક્સ પોર્ન સ્ટાર સનીએ કહ્યું કે, “અનેક યંગ યુવતીઓ છે જેનું શોષણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ બધા સાથે થાય છે, માત્ર મહિલાજ નહીં પણ પુરુષો સાથે પણ.”
સોશલ સાઈટ પર વર્લ્ડ વાઈડ #MeToo અભિયાન ટ્રેંડ થયા બાદથીજ જાતિય શોષણના અનેક ખુલાસાઓ સામે આવ્યા હતા અને તેમાં અનેક હોલીવુડ અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલા જાતિય શોષણના ખુલાસા કર્યા હતા. એવામાં બોલીવુડ સાથે જોડાયેલા અનેક લોકોએ પણ ઈંડસ્ટ્રીમાં જાતિય શોષણ થયાની વાત કહી હતી. હવે તેમાં સની લિયોનીનું નામ પણ જોડાઈ ગયું છે.
અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, સની લિયોનીએ કહ્યું- હું આશા રાખુ છું કે એવા લોકોને હિંમ્મત મળશે કે તે બોલી શકે છે કે આ યોગ્ય નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -