આ ચાર મહિલાઓને ભાજપમાંથી મળી ટિકિટ, ઓળખો કોણ છે આ ચાર મહિલાઓ, જાણો વિગતે
સુરતના લિંબાયત સીટ પરથી સંગીતા પાટીલને ટિકિટ આપવામાં આવી છે. સંગીતા પાટીલ 2012માં અહીંથી ચૂંટણી લડ્યા હતા અને વિજય મેળવ્યો હતો. જોકે તે સમયે સંગીતા પાટીલની પાંચ વર્ષમાં અડધો અડધ સંપત્તિમાં વધારો જોવા મળ્યો હતો આવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા જેના કારણે ચર્ચામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી કે કોણ પહેલા ઉમેદવારોની જાહેર કરશે જોકે તેનો શુક્રવારે અતં આવી ગયો હતો. ભાજપે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં મોટા ભાગના ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા હતાં. જ્યારે કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓ પણ ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 70 ઉમેદવારોની પ્રથમ યાદીમાં ફક્ત 4 મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી છે. જેમાં રમીલાબેન બારા ખેડબ્રહ્માથી ચૂંટણી લડશે. વિભાવરીબેન દવે ભાવનગર પૂર્વથી ચૂંટણી લડશે. વડોદરા શહેરમાંથી મનીષા વકીલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સંગીતા પાટીલને સુરતના લિંબાયતમાંથી ટિકિટ આપવામાં આવી છે.
વડોદરા શહેરની સીટ પરથી ભાજપે મનિષા વકીલને ફરી ઉમેદવાર જાહેર કર્યા છે. 2012માં પણ વડોદરા શહેરની સીટ પરથી મનિષા વકિલનો વિજય થયો હતો. હજુ સુધી કોંગ્રેસના કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી.
ભાવનગર (ઈસ્ટ) પરથી ફરી વિભાવરીબેન દવેના નામની જાહેરાત કરવામાં આવી છે. નામ જાહેર થતાં જ કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી. 2012માં વિભાવરીબેન દવેનો ભાવનગર સીટ પરથી વિજય થયો હતો જ્યારે 2007માં પણ આ સીટ પરથી વિજય થયો હતો.
રમિલાબેન બારા 2007 અને 2004માં ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા 2004માં પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં રમિલાબેનનો વિજય થયો હતો જ્યારે 2007માં તેમનો પરાજય થયો હતો. કોંગ્રેસમાંથી અશ્વિન કોટવાલ તેમની સામે લડ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -