ઓડિશનમાં રીઅલ સેક્સ જેવું કરવાનું કહેવાયું, જાણો કઈ હોટ અભિનેત્રીએ કર્યો આ ખુલાસો
જોકે કોઈપણ ગર્લ કે હીરોઇન આ અંગે ભાગ્યે જ જાહેરમાં ફરીયાદ કરે છે. કેમ કે આ ઇન્ડસ્ટ્રીમાં તેઓ ખૂબ મોટા સપના લઈને આવી હોય છે. મોટાભાગની હીરોઇનો સાથે ક્યારેક તો આવું બને જ છે પરંતુ કોઈ આ વિશે વાત કરતું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે કહ્યું કે, ‘મારી એક મોડેલ ફ્રેન્ડને ફિલ્મમાં પોતાનું નસીબ અજમાવવું હતું. તે જ્યારે ઓડીશન માટે પહોંચી તો તેને કહેવામાં આવ્યું કે, ‘સેક્સ સમયે નીકળતા અવાજનો અભિનય કરી બતાવો’ તેમજ તેને પોતાના બોડી સાથે પ્લે કરવા પણ કહેવામાં આવ્યું હતું. ફિલ્મમાં ઇન્ટિમેટ સીન હોય તે માન્ય છે પરંતુ ઓડિશનમાં આવી માગણી વ્યાજબી નથી.
કેટલીકવાર તેને પણ આવી પરિસ્થિતિ આવે છે કે જેમાં સામેવાળો કહે કે, ‘આપણે ફ્લો સાથે જઈએ તો?’ કે પછી ‘ચિંતા નહીં આપણે કંઈને કંઈ રસ્તો કાઢી લેશું.’ આવા સમયે તમે તેમને કેટલો ભાવ આપો છો તેના પર બધુ આગળ જતું હોય છે. જ્યારે કેટલાય કિસ્સામાં કાસ્ટિંગ કાઉચ નથી હતું. જો કોઈ તમને રિકમેન્ડ કરતું હોય અને કામ અપાવતું હોય તો તમે સ્વાભાવીક જ તેના તરફ આકર્ષાઇ જાવ છો.
અહીં તો ફિલ્મના સેટ પર કામ કરતો પન્ટર પણ તમને ફસાવવા એમ કહે છે કે તે પેલા મોટા ડિરેક્ટરને ઓળખે છે અને કામ અપાવી દેશે. બસ તમારે સાવધાન રહેવાની જરુર છે. મને લાગે છે કે ક્યારેક ફિલ્મમેકરની કોઈ ખરાબ ઇચ્છા નહીં હોય તો પછી આટલા બધા સ્તર અને લેયરની જરુર શું છે. સાઉથની ઇન્ડસ્ટ્રીમાં એટલું તો સારુ છે કે લેયર્સ નથી. તમને સીધા જ ફિલ્મ નિર્માતા અને ડિરેક્ટરને મળો છો.
તેણે કહ્યુંકે, ‘મે સાંભળ્યું છે કે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં ક્યારેક ક્યારેક રોલના ઓડિશન માટે ગર્લને અંડરગારમેન્ટમાં સ્ટિપ થવું પડે છે. તો ક્યારેક સ્ટુડિયોમાં તેમને ફક્ત બિકિની પહેરવાની ફરજ પાડવામાં આવે છે.’ પરંતુ બોલિવુડમાં તો ઘણા લેયર છે. કાસ્ટિંગ ડિરેક્ટરથી લઈને પ્રોડક્શન હેડ અને પછી છેલ્લે ડિરેક્ટર/પ્રોડ્યુસર આવે છે.
જૂલી-2માંની વાર્તા મુજબ એક અપકમિંગ બોલિવુડ હીરોઇન કાસ્ટિંગ કાઉચનો ભોગ બને છે. ત્યારે શું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો રહ્યા બાદ ક્યારેય તેણે આવો અનુભવ કર્યો છે કે નહીં તેવા સવાલ પર રાય લક્ષ્મીએ કહ્યું કે, ‘સદભાગ્યે મારી સાથે કોઈ આવી ઘટના બની નથી પરંતુ અને જાણ છે કે અનેક છોકરીઓ સાથે આવું બને છે.’
ફિલ્મ જૂલી-2માં અભિનેત્રી રાય લક્ષ્મી કામ કરી રહી છે. તેણે તેના ઓડિશન સાથે જોડાયેલ અનેક ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે, તેની એક મોડલ મિત્ર સાથે ફિલ્મના ઓડિશન દરમિયાન મદહોશ થઈને ચીસ પાડવાનું કહેવામાં આવ્યું હતું. એટલું રીઅલ સેક્સ કરતાં હોય તેવું એક્ટિંગ કરવાનું કહેવામાં આવ્યું. સ્પોટબોયને આપેલ એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ આ ખુલાસો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -