મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સોફી ચૌધરી પોતાની ફિટનેસના કારણે બોલીવૂડમાં જાણીતી છે. સોફી પોતાને ફિટ રહેવા માટે જિમ અને યોગાનો સહારો લેતી હોય છે. એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે યોગ અને કસરત કરતા હોય છે. સોફી ચૌધરીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.


આ વીડિયોમાં સોફી એક્સરસાઈઝ કરતી જોવા મળે છે. સોફી ચૌધરી પોતાની ફિટનેસને લઈને ખૂબ જ એક્ટિવ જોવા મળે છે.


સોફી પોતાની હોટ તસવીરોને કારણે પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. સોફી હોટ તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. સોફીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જિમ વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.


આ પહેલા સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક બિકિનીમાં હોટ તસવીરો શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. સોફીના ફેન્સ પણ તેની તસવીરો અને વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.