2500 રૂપિયાના પ્લાનમાં સિક્યોરિટી ડિપોઝિટ બાદ જિયો ગીગાફાઇબર રાઉટર કે ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલ(ONT) મળશે. આ ઉપરાંત અલગથી કોઈ ઈન્સ્ટોલેશન ચાર્જ નહીં આપવો પડે. આ પ્લાનની સાથે યૂઝર્સને 50Mbpsની સ્પીડ આપવામાં આવશે. જ્યારે 4500 રૂપિયાના પ્લાનમાં 100Mbps સ્પીડ મળશે. આ પ્લાનમાં જે રાઉટર આપવામાં આવશે તે સિંગલ ચેનલ વાઇ ફાઇને સપોર્ટ કરશે.
50Mbpsવાળા આ પ્લાનમાં કંપની જિયો ટીવી સ્ટ્રીમિંગ સર્વિસ અને ફિક્સ્ડ લાઇન વોઇસ સર્વિસ પણ આપી રહી છે. જેનો મતબલ છે કે ઈન્ટરનેટ ઉપરાંત યૂઝર્સને ફ્રી વોઇસ અને વીડિયો કોલિંગની સુવિધા પણ મળશે. રિલાયન્સ જિયો ગીગા ફાઇબર માટે કંપનીએ ટ્રિપલ પે પ્લાનનું ટેસ્ટિંગ કર્યું હતું. આ પ્લાન દ્વારા યૂઝર્સને મંથલી પેકેજમાં જ જિયો ગીગાફાઇબર, જિયો હોમ ટીવી અને જિયો એપ્સનું એક્સેસ મળી શકશે. આ માટે યૂઝર્સે મહિને 600 રૂપિયા ખર્ચ કરવો પડી શકે છે.
મુકેશ અંબાણીએ રિલાયન્સની ગત વર્ષે જુલાઈ મહિનામાં એજીએમમાં કહ્યું હતું કે, જિયો ગીગાફાઈબર વિશ્વની સૌથી મોટી ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ હશે. એક સાથે 1100 શહેરોમાં તેની શરૂઆત કરવામાં આવશે.
ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓની થઈ અવગણના, જાણો વિગતે
રાજ્યમાં કઈ કઈ જગ્યાએ મેઘરાજા થયા મહેરબાન, જાણો વિગત
ગુજરાત વિધાનસભા સત્ર એક દિવસ લંબાવાયું ? જાણો વિગત
ગુજરાતના કયા ટોચના મંત્રી ડાયાબિટીસ-બીપી હોવા છતાં સરકારમાં બિલ મૂકતા નથી, જાણો વિગત