મુંબઈ: બોલીવૂડ અભિનેતા ઋૃતિક રોશનની ફિલ્મ સુપર 30 રિલીઝના 10માં દિવસે 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મે રિલીઝના બીજા સપ્તાહના વીકેંડ પર શાનદાર કમાણી કરી છે. ઋતિકની ફિલ્મને બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાન અને આર્યન ખાનના અવાઝમાં બનેલી હોલીવૂડ ફિલ્મ ધ લાયન કિંગથી ટક્કર મળી રહી છે.


ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ 'સુપર 30'ના બીજા સપ્તાહના પ્રથમ દિવસે શુક્રવારે 4.52 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શનિવારે તેની કમાણી આશરે ડબલ થઈ ગઈ અને તેણે 8.53 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.રવિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર 11.68 કરોડની કમાણી કરી હતી. ધમાકેદાર કમાણી સાથે ફિલ્મની કમાણી 100 કરોડને પાર પહોંચી ગઈ છે.

સુપર 30 બિહારના જાણીતા આનંદ કુમારની બાયોપિક છે. ફિલ્મમાં આનંદની ભૂમિતા ઋતિક રોશને નિભાવી છે. સમીક્ષકો પાસેથી ફિલ્મને સાધારણ પ્રતિક્રિયા મળી, પરંતુ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.