એક્ટ્રેસ સોફી ચૌધરીએ ઈન્સ્ટાગ્રામ પર જિમ વર્ક આઉટનો વીડિયો કર્યો શેર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Nov 2019 07:11 PM (IST)
સોફી પોતાના ફેન્સ માટે હોટ તસવીરો શેર કરતી રહે છે. સોફીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જિમ વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સોફી ચૌધરી પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. સોફી ઘણા સમયથી બોલીવૂડથી દૂર છે પરંતુ પોતાની તસવીરોના કારણે તે ચર્ચામાં રહે છે. સોફી પોતાના ફેન્સ માટે હોટ તસવીરો શેર કરતી રહે છે. સોફીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જિમ વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. સોફિ ચૌધરીનો જિમ વર્કઆઉટ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. જિમ આઉટફિટમાં સોફી એક્સરસાઈઝ કરતી જોવા મળે છે. સોફી પોતાની બોડીને ફિટ રાખવા માટે સતત જિમમાં પરસેવો પાડતી રહે છે. આ પહેલા પણ ઘણી વખત તેણે પોતાના જિમ વર્કઆઉટના વીડિયો શેર કર્યા છે. સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં બોલ્ડ તસવીરો પણ શેર કરતી રહે છે. સોફીની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. મોડલ અને એક્ટ્રેસ સોફી ચૌધરીએ ‘આ દેખે જરા’ અને ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોફી સિંગર, મોડલ અને એક્ટ્રેસ છે.