નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંક સામે લડવા શ્રીલંકા સાથે પાંચ કરોડ ડૉલરની સમજૂતી કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું કે બન્ને વચ્ચે ચર્ચા ફળદાયક રહી. તેમણે કહ્યું કે અમારા માટે સન્માનની વાત છે કે કાર્યભાળ સંભાળ્યા બાદ રાષ્ટ્રરપતિ રાજપક્ષેની પોતાની પ્રથમ વિદેશ યાત્રા માટે ભારતને પસંદ કર્યું.


પીએમ મોદીએ કહ્યું કે સ્થિર શ્રીલંકા માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર હિંદ મહાસાગર વિસ્તારના હિતમાં છે. મે શ્રીલંકાઈ રાષ્ટ્રપતિને આશ્વાસન આપ્યું છે કે ભારતની શુભેચ્છા અને સહયોગ હંમેશા શ્રીલંકા સાથે છે.

ભારતની 40 કરોડ અમેરકી ડોલરની લોન સુવિધા શ્રીલંકાના વિકાસને આગળ વધારશે. પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે નવી સરકાર શ્રીલંકામાં તમિલ સમુદાયની આકાંક્ષાઓને પરી કરશે. ગોટબાયાએ કહ્યું અમારી વાતચીત સફળ રહી. પીએમ મોદી સાથે આર્થિક સહયોગ પર પણ ચર્ચા થઈ.