✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાહેરમાં ટોપલેસ થનારી એક્ટ્રેસને બોલાવીને મકાન માલિકે શું કહ્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Apr 2018 12:33 PM (IST)
1

હૈદરાબાદઃ સાઉથની એક્ટ્રેસ શ્રી રેડ્ડીને હવે નવી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ્ અનુસાર તેને હૈદારબાદ સ્થિત રેન્ટ પરનું મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તેને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ પ્રૉડ્યૂસર્સ અને ડિરેક્ટર્સ ઉપર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો.

2

ઉલ્લેખનીય છે કે, રેડ્ડીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેલુગુ ફિલ્મોના ટોચના નિર્માતાનો પુત્ર તેને સ્ટુડિયોમાં બોલાવી તેની સાથે સેક્સ માણતો હતો. નિર્માતાનો પુત્ર કામના બહાને સ્ટુડિયોમાં બોલાવતો હતો અને ત્યાં એકલતાનો લાભ લઈને એક્ટ્રેસને પરાણે પોતાની સાથે સેક્સ માણવાની ફરજ પાડતો. તેની પાસે નિર્માતાના પુત્ર સાથેની અંગત પળોના ફોટા પણ છે અને યોગ્ય સમયે હું તેનું નામ પણ જાહેર કરીશ.

3

વધુમાં કહ્યું હતું કે, મેં ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર સામે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે. તેઓ મને સીધા જ નગ્ન વીડિયો ચેટ અને નગ્ન તસવીરો મોકલવા માટે કહેતા હતા. તેમના કહેવા અનુસાર હું તેને તે મોકલતી પણ હતી. તેમ છતાં તેઓ તેલુગૂ લોકોને ફિલ્મમાં રોલ નથી આપતા.

4

શ્રી રેડ્ડીએ આરોપ લગાતા એવું પણ કહ્યું હતું કે, ટોલીવૂડમાં તેલુગૂ એક્ટ્રેસને સ્થાન નથી આપવામાં આવેતું. માત્ર નોર્થ ઇન્ડિયાની અભિનેત્રીએને ટોલીવૂડમાં સ્થાન આપવામાં આવે છે.

5

કાસ્ટિંગ કાઉચની વિરુદ્ધમાં ટૉપલેસ થઇને વિરોધ કરી રહેલી એક્ટ્રેસ શ્રી રેડ્ડીને મૂવી આર્ટિસ્ટ એસોસિએશન (MAA) માં બેન બાદ હવે તેનું હૈદરાબાદ સ્થિત ઘર ખાલી કરાવવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે શ્રી રેડ્ડીએ ફેસબુક પર લખ્યું છે કે, - મારા મકાન માલિકે મને ફોન કરીને હુમાયૂ નગર વાળુ ઘર ખાલી કરવા કહ્યું છે.

6

મારા મકાન માલિક એક આઇએએસ ઓફિસર છે, તે કેટલા નૈરો માઇન્ડ છે, તે તમે વિચારી પણ નથી શકતા કે તેમને મને કયા શબ્દોમાં વાત કરી. મોટા લોકોનો ખેલ હવે શરૂ થઇ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, શ્રી રેડ્ડીએ શનિવારે બંઝારા હિલ્સ સ્થિત ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસની સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના કપડા ઉતારી દીધા હતા.

  • હોમ
  • મનોરંજન
  • જાહેરમાં ટોપલેસ થનારી એક્ટ્રેસને બોલાવીને મકાન માલિકે શું કહ્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.