ગુગલે જેનું ડુડલ બનાવ્યું એ કે. એલ. સાયગલ કોણ હતા? સાયગલને કેમ લીજેન્ડ માનવામાં આવે છે?
હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર કે. એલ. સાયગલ 42 વર્ષની ઉંમરે 1947 બાદ બધા જ મોટા ગાયકોના પ્રેરણા સ્ત્રોત બન્યા, જેમાં લતા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી અને મુકેશ પણ સામેલ છે. આજના ગૂગલ ડૂડલને વિદ્યા નાગરાજને ડિઝાઈન કર્યું છે, જેમાં કે. એલ. સાયગલને ગાતા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે તેમના બેકગ્રાઉન્ડમાં કોલકાતા શહેરને દર્શાવવામાં આવ્યું છે, જ્યાં શરૂઆતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગ, બોલિવૂડ વસેલું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેઓ પોતાના 15 વર્ષના લાંબા કાર્યકાળમાં તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી અને ક્યારેય ન ભૂલી શકાય એવા ગીતો ગાયા. તેમની કેટલીક લોકપ્રિય ફિલ્મો જેમ કે, પ્રેસીડેન્ટ, માઈ મિસ્ટર, જિંદગી, ચાંદીદાસ, ભક્ત સૂરદાસ, તાનસેન ખૂબ જ હિટ ફિલ્મ રહી હતી.
કે. એલ. સાયગલ 1931-32માં સિનેમા જગતમાં આવ્યા અને ખૂબ જ લોકપ્રિય ગાયક અને અભિનેતા બન્યા. 1935થી 1947ની વચ્ચે તેઓ ખૂબ જ લોકપ્રિય રહ્યા હતા. તેમણે કુલ 36 ફિલ્મોમાં કામ કર્યં, જેમાંથી 28 હિન્દી ફિલ્મો હતી, જ્યારે સાત બંગળી ફિલ્મ અને એક તમિલ ફિલ્મ હતી.
તેમનાં ગીત જબ દિલ હી ટૂટ ગયા, એક બંગલા બને ન્યારા, હમ અપના ઉન્ને બના ના સકે, દો નૈના મતવાલે તિહારે, મૈં ક્યા જાનૂં ક્યા જાદૂ હૈ, કતીબે તકદીર આજે પણ લાખો સંગીતપ્રેમીઓને પસંદ છે. આ બધા ગીતને લોકો આજે પણ પસંદ કરે છે.
કે. એલ. સાયગલે પોતાની સંગીત સફરમાં કુલ 200 ફિલ્મી અને બિન ફિલ્મી ગીતો ગાયા, જે આજે પણ લોકાના મોઢે સાંભળવા મળે છે. કે. એલ. સાયગલ પોતાના ખાસ અંદાજમાં ગીત ગાવા માટે જાણીતા હતા, તેનો અવાજ લોકોને ખૂબ પસંદ હતો અને પોતાના કાર્યકાળમાં તેમણે અનેક પ્રસિદ્ધીઓ મેળવી.
નવી દિલ્હીઃ ભારતના જાણીતા ગાયક અને એક્ટર કે. એલ. સાયગલના 114માં જન્મદિવસ પર ગૂગલ ડૂડલે શ્રદ્ધાંજલિ આપી છે. ગૂગલે ડૂડલ દ્વારા કે. એલ. સાયગલને પોતાના ખાસ અંદાજમાં યાદ કર્યા છે. ડૂડલે સાયગલના કેરિકેચર દ્વારા માઈકની સામે ગીત ગાતા બતાવ્યા છે. કે. એલ. સાયગલનો જન્મ 11 એપ્રિલ 1904ના રોજ થયો હતો. તેમનો જન્મ જમ્મૂમાં થયો હતો. કુંદનલાલ સાયગલ હિન્દી સિનેમામાં પ્રથમ સુપરસ્ટાર ગણાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -