‘રાજી’માં આલિયાના રોલની થઈ સાનિયા મિર્ઝા સાથે તુલના, મળ્યો આવો જવાબ
તાજેતરમાં જ એક જાણીતા કોમેડિયને તેના ટ્વિટર આઇડી પરથી ફિલ્મની કહાનીની તુલના સાનિયા મિર્ઝાની અસલી જિંદગી સાથે છે. કહેવાય છે કે આલિયા ભટ્ટનો રોલ સાનિયા મિર્ઝાની રિયલ લાઇફથી પ્રેરિત છે. તેના પર જવાબ આપતાં સાનિયાએ એક ટ્વિટ કર્યુ અને કહ્યું, મને નથી લાગતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ. તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
ફિલ્મની રિલીઝ ડેટ 11 મે છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત રજિત કપૂર, વિકાસ કૌશલ પણ હશે. આ ફિલ્મમાં આલિયા પ્રથમ વખત તેની માતા સાથે અભિનય કરતી જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે.
નોવેલમાં જે મહિલા જાસૂસનો ઉલ્લેખ છે તેનું નામ સહમત છે. જોકે, હરિંદરની કહાનીને એટલી ગોળ-ગોળ ફેરવીને લખવામાં આવી છે કે ભારતીય જાસૂસ અને તેના પરિવારની કોઈ ઓળખ જ થઈ શકી નથી.
જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી રાજી એક સત્ય ઘટના પર આધારિત છે. અહેવાલ મુજબ હરિંદર સિક્કાની નોવેલ કોલિંગ સહમતમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કહાની 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ પહેલાની છે.
મુંબઈઃ આલિયાની ભટ્ટની આગામી ફિલ્મ ‘રાજી’ મે મહિનામાં રિલીઝ થશે. આ ફિલ્મની કહાની એક કાશ્મીરી છોકરીના પાકિસ્તાની છોકરા સાથે લગ્ન કરવાની આસપાસ ફરે છે. આલિયાએ ભારતીય જાસૂસનો રોલ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -