સની લિયોની આ હૉટ એક્ટ્રેસ સાથે હૉરર ફિલ્મમાં કરશે સેક્સી સીન, સેટ પરથી શૂટિંગની તસવીરો વાયરલ
શૂટિંગ સેટ પરથી લીક થયેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, એક્ટ્રેસ સનીએ બ્લેક સ્પૈગિટી અને બ્લેક જીન્સ પહેરેલુ છે, વળી મંદાના વ્હાઇટ ટ્યૂબ ટૉપ અને હૉટ શોર્ટ્સની સાથે બ્લેક જેકેટમાં સ્માર્ટ લાગી રહી છે.
ફિલ્મ કોકા કોલાનું શૂટિંગ મુંબઇ ફિલ્મ સીટીમાં ચાલી રહ્યું છે, અને ફિલ્મનુ નિર્દેશન પ્રસાદ ટાટીકેની કરી રહ્યાં છે.
આ એક હૉરર કૉમેડી ફિલ્મ છે, અને તેનું નામ 'કોકા કોલા' છે, ફિલ્મમાં સની લિયોની સાથે બિગ બૉસ ફેમ એક્ટ્રેસ મંદાના કરિમી છે. અહીં જે તસવીર લીક થઇ છે, તેમાં સની એક ભૂતના વેશમાં છે અને મંદાના ઝાડને અડીને ઉભી છે.
મુંબઇઃ ફિલ્મી દુનિયાથી કેટલાક સમયથી દુર રહેલી સેક્સી એક્ટ્રેસ સની લિયોની ફરીથી એકવાર મોટા પડદા પર આવવાની છે. સની એક હૉરર ફિલ્મ માટે શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેને સાથી એક્ટ્રેસ મંદાના કરિમી સાથે એક હૉરર સેક્સી સીન આપવાનો છે. જેનુ શૂટિંગ હાલ ચાલી રહ્યું છે, તેના સેટ પરથી કેટલીક તસવીરો લીક થઇ છે.