નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાના સંબંધ અને લગ્નને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં તે રોહમન શોને ડેટ કરી રહી છે. રોહમન સાથે તેની મુલાકાત કેવી રીતે થઈ તે સાંભળશો તો ચોંકીજશો. સુષ્મિતા અને રોહમનની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. રોહમન સુષ્મિતાનો મોટો ફેન હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર સુષ્મિતાને એક પર્સનલ મેસેજ મોકલ્યો હતો. આમ તો રોહમનને આ મેસેજનો જવાબ મળવાની આશાન હતી. પરંતુ તેને શું ખબર હતી કે નસીબમાં કંઈ બીજું જ લખ્યું છે.



હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સુષ્મિતાએ જણાવ્યું હતું કે તે ઈન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજવાળો ઓપ્શનનો ઉપયોગ કરતી નથી. તેણે કહ્યું કે ‘મારી દીકરી સાથે વાતચીત કરતાં મેં ડાયરેક્ટ મેસેજ ઓપન કર્યો અને દીકરીને સમજાવવા લાગી, ત્યારે જ આંગળી મેસેજ પર ટેપ થઈ ગઈ અને રોહમનનો મેસેજ ઓપન થઈ ગયો’.



સુષ્મિતાને રોહમનનો મેસેજ એટલો ગમ્યો કે તેણે તરત તેનો રિપ્લાય કર્યો. આ જોઈને રોહમન ખુશ થઈ ગયો. આમ વાતચીત આગળ વધી. રોહમન અને સુષ્મિતાની પહેલી વખત એક ફુટબોલ મેચ દરમિયાન મળ્યા. રોહમન આ મેચ રમી રહ્યો હતો. તેણે સુષ્મિતાને મેચ જોવા માટે બોલાવી હતી.



રોહમન-સુષ્મિતા બીજીવાર કોફી ડેટ માટે મળ્યા હતા. આ રીતે તેમની લવ સ્ટોરી આગળ વધી. તેઓ રિલેશનશિપમાં બંધાયા હોવાને લઈને 9 મહિના થઈ ગયા છે. થોડા દિવસ પહેલા બંનેએ ખાનગીમાં સગાઈ પણ કરી લીધી હોવાનું સામે આવ્યું હતું.