સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્વરા ભાસ્કર એક 4 વર્ષના બાળકને ગાળો આપતી અને અભદ્ર સબ્દનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે. ઉપરાંત બાળક માટે ‘કમીના’ શબ્દનો ઉપયોગ પણ કરી રહી છે. વીડિયોમાં સ્વરા કહેતી જોવા મળી રહી છે કે, ‘એક એડના શૂટિંગ બાદ સારું લાગતું ન હતું. તે સમયે મારી કારકિર્દીની શરૂઆત પણ થઈ ન હતી કે ત્યારે એક ચાઈલ્ડ એક્ટરે મને આન્ટી કહ્યું.’
ત્યાર બાદ સ્વરાએ બાળક માટે ગાળોનો ઉપયોગ કર્યો હતો. જોકે, આ દરમ્યાન ત્યાં હાજર લોકો સ્વરાની વાતો ઉપર હસતા દેખાયા હતા. બાળકને લઈને ઉપયોગમાં કરાયેલાં અભદ્ર શબ્દોને કારણે સોશિયલ મીડિયા પર સ્વરાએ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મામલે સ્વરા પર ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે. એક એનજીઓ લીગલ રાઈટ્સ પ્રોટેક્શન ફોરમે કથિત રીતે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સમાં ફરિયાદ દાખલ કરાવી છે અને સ્વરાની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.