નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો આજે 31મો જન્મ દિવસ છે. ક્રિકેટર્સથી લઈ તેના પ્રશંસકોએ તેને સોશિયલ મીડિયા પર બર્થડે વિશ કર્યું. ત્યારે રિષભ પંતે પણ કોહલીને વિશ કર્યું હતું. પંતે કોહલીને એ અંદાજમાં બર્થડે વિશ કર્યું કે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો. લોકોએ તેની મજાક ઉડાવી હતી.

વાસ્તવમાં, ક્રિકેટર રિષભ પંતે વિરાટ કોહીલને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી બર્થડે વિશ કર્યું હતું. જન્મદિવસની શુભેચ્છા આપતા પંતે કોહલી સાથેની તસવીર શેર કરી હતી અને લખ્યું કે ‘હેપ્પી બર્થડે ચાચા, હંમેશા હસતા રહેજો’.


પંતના આ બર્થડે વિશ પર યુઝર્સ તેની મજાક ઉડાવવા લાગ્યા અને એવા એવા રિએક્શન આપવા લાગ્યા કે તમે પણ વાંચીને હેરાન થઈ જશો. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે મજાકમાં લીધું તો, તો કેટલાકે કહ્યું કે પંત રમતને સારી બનાવવાના બદલે સંબંધ સારા બનાવવા લાગ્યો છે.




ઉલ્લેખનીય છે કે રિષભ પંત તેના ખરાબ પ્રદર્શનને લઈને આલોચનાનો શિકાર થતો રહે છે. સતત ફ્લોપ રહ્યા બાદ તેની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ટ્રોલ કરવામાં આવે છે.

શુભમન ગીલે તોડ્યો વિરાટ કોહલીનો 10 વર્ષ જુનો રેકોર્ડ, બન્યો આવુ કરનારો સૌથી યુવા ખેલાડી, જાણો વિગતે

બાંગ્લાદેશ સામે ખોટો રિવ્યૂ લેવડાવ્યો છતાં રોહિતે કર્યો ઋષભ પંતનો બચાવ, જાણો કેમ

ICC T20 વર્લ્ડ કપ 2020નું આખું શેડ્યૂલ જાહેર, આ 4 નવી ટીમોને મળી વર્લ્ડ કપની ટિકિટ

આ દિગ્ગજ ક્રિકેટરે બીજીવાર કર્યા લગ્ન, પોતાની ગર્લફ્રેન્ડને બનાવી જીવનસાથી, જુઓ તસવીરો