બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે આજે PMનરેન્દ્ર મોદીની તસવીર તેમનR ઇન્સ્ટ્રા સ્ટોરીમાં શેર કરી છે. તેમણે અપ્રત્યક્ષ રૂપે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. જો કે તે પહેલી વખત નથી. આ પહેલા પણ તે દેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી ચૂકી છે.
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સિનેમા જગતમાં તેમની એક અલગ ઓળખ ઉભી કરી છે. સ્વરા કેટલાક આંદોલનની પણ સાક્ષી રહી છે. સ્વરા દેશના કે વિદેશના દરેક મુદ્દે ડર્યા વિના પોતાનો મત રજૂ કરે છે. સ્વરાએ એખવાર ફરી કેન્દ્ર પર નિશાન સાધતા નારાજગી વ્યક્ત કરી છે. તેમણે તેમનો ગુસ્સો ઇન્ટાગ્રામ દ્રારા વ્યક્ત કર્યાં છે.
સ્વરા ભાસ્કરે ઇન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં પીએમ મોદી જોવા મળી રહ્યાં છે. પીએમ મોદી તસવીરમાં હાથ જોડીને ઉભેલા જોવા મળે છે. તસવીરની નીચે કેપ્શનમાં લખ્યું છે કે, “ મંદિર વહીં બન રહા હૈ, અસ્પતાલ મેં બેડ માંગ કર શર્મિંદા ન કરે. ધન્યવાદ, સ્વરાએ રીતે મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે અને વર્તમાન સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી છે.
[It’s come home. My mother and our cook have both tested positive. 🥺🥺😣😣
એક્ટ્રેસ સ્વરા ભાસ્કરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, તે હાલ હોમ ક્વોરોન્ટાઇન છે. તેમણે ખુદને આઇસોલેટ કરી લીધી છે. સ્વરાએ ટવિટ કર્યું, ‘ આ અમારી ઘરે પણ આવી ગયો છે, હું અને મારી કુક સંક્રમિત થયા છીએ.બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. અમે દિલ્લીના ઘરમાં આઇસોલેટ છીએ., આપ સૌ પણ ઘરમાં રહો, સુરક્ષિત રહો.
દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 21 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2023 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,67,457 લોકો ઠીક પણ થયા છે.