આ એક્ટ્રેસ તસવીર પોસ્ટ કરવા પર થઈ ટ્રોલ, લોકોએ કહ્યું- શરમ કર, તું પણ હિંદુ છે..
તાપસીના આ જુના ટ્વિટના સ્ક્રીનશોટ શેર કરતા લોકો તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. લોકો લખી રહ્યા છે શરમ કરો તું હિંદુ છે. દિવાળી પર તને ફટાકડાથી મુશ્કેલી હતી અને નવા વર્ષમાં ખુદ ફટકડા ફોડી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળી પર તાપસીએ ફટકડા ઉપર સુપ્રીમકોર્ટના પ્રતિબંધ અંગે ટ્વિટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, બધાને દિવાળીની શુભકામના, આ વખતે વ્યંજનો સાથે દિવાળી પર ધમાકા કરો…ફટકડા સાથે નહીં.
આ પોસ્ટ ટ્વિટ થતા જ ટ્રોલ તેના પર તૂટી પડ્યું. લોકોએ લખ્યું કે દિવાળીમાં તો તમને ફટાકડાથી ઘણી તકલીફ પડતી હતી અને આજે આ ફટાકડા તમને ઓક્સીઝન આપી રહ્યા છે? તાપસીને ટ્રોલ કરનારા લોકો તેની દિવાળીની ટ્વિટનો સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે.
તેણે જે સેલ્ફી પોસ્ટ કરી હતી તેમાં તેની સાથે તેની એક મિત્ર છે. આ બન્નેના બેકગ્રાઉન્ડમાં આતિશબાજી દેખાઈ રહી છે. આ સેલ્ફીને પોસ્ટ કરતાં જ તાપસીએ લખ્યું- આપણે એ સુનિશ્ચિત કરીશું કે વર્ષ 2018ની દરેક પળ આ તસવીરની જેમ ચમકદાર હોય. નવા વર્ષનું સ્વાગત છે.
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહીછે. તાપસી પોતાની એક તસવીરને લઈને ટ્રોલ્સ થઈ રહી છે. થયું એવું કે તાપસી પન્નૂએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી નવા વર્ષનું એક ટ્વીટ કર્યું. આ ટ્વીટની સાથે તાપસીએ એક સેલ્ફી પણ પોસ્ટ કરી. આ જ સેલ્ફી તેના ટ્રોલિંગનું કારણ બની.
- - - - - - - - - Advertisement - - - - - - - - -