મુંબઈ: બે વર્ષ બાદ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને દિવાળીના પાર્ટી આપી હતી. જેમાં બોલિવુડના સિતારાઓ ઉમટી પડ્યા હતા. આ શાનદાર પાર્ટી બોલિવૂડ સિતારાઓની ચમકથી ઝળહળી ઉઠી હતી. પાર્ટીમાં અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, જેકી શ્રોફ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, વરૂણ ધવન સહિતના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે હાજરી આપી હતી. જોકે આ બધાંમાં એક અભિનેત્રીએ તમામ લોકોની નજર પોતાના પર ખેંચી હતી.
સિલ્વર કલરની સીક્વેંસ સાડી અને ગળામાં સ્ટોન નેકલેસ પહેરેલી તારા સુતારિયાએ ફક્ત ફોટોગ્રાફર્સ જ નહીં પાર્ટીમાં હાજર મહેમાનોનું પણ ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રી તારાએ પાર્ટીમાં એન્ટ્રી કરતાં જ દરેકની નજર તેના પર ચોંટી ગઈ હતી. ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર-2’થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર તારા આ પાર્ટીમાં પોતાના કથીત બોયફ્રેન્ડ આદર જૈન સાથે જોવા મળી હતી.
તારા સાડીમાં ખૂબ હોટ લાગી રહી હતી તો બીજી તરફ બ્લેક નહેરૂ જેકેટ અને વ્હાઈટ પાયજામામાં તેનો બોયફ્રેન્ડ આદર જૈન પણ હેન્ડસમ લાગી રહ્યો હતો. ડીપ ક્લિવેજ બિકીની બ્લાઉઝમાં તારા એટલી ગોર્જીયસ લાગતી હતી કે પાર્ટીના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.
આદર જૈન અને તારાએ કેમેરા સામે અનેક પોઝ આપતા તેમની રિલેશનશિપની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અભિનેત્રી તારાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તારા અપકમિંગ ફિલ્મ ‘મરજાંવા’માં સિદ્ધાર્ત મલ્હોત્રા, રિતેશ દેશમુખ, રકુલ પ્રીત સિંહ, નુસરત ભરુચા અને રવિ કિશન સાથે જોવા મળશે.
અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં બોલિવૂડની કઈ અભિનેત્રી પર બધાંની નજર ચોંટી ગઈ? નામ જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
29 Oct 2019 11:34 AM (IST)
સિલ્વર કલરની સીક્વેંસ સાડી અને ગળામાં સ્ટોન નેકલેસ પહેરેલી તારા સુતારિયાએ ફક્ત ફોટોગ્રાફર્સ જ નહીં પાર્ટીમાં હાજર મહેમાનોનું પણ ધ્યાન ખેંચ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -