મુંબઈ: અભિનેતા ટાઈગર શ્રોફ અને દિશા પટની ભલે જાહેરમાં પોતાનાં પ્રેમને સ્વીકારતાં ન કરતાં હોય પરંતુ અવાર-નવાર આ કપલ રાતે જ ડેટ પર નીકળે છે તેવું ઘણીવાર જોવા મળે છે. દિશા પટનીનો બર્થ-ડે હોય કે પછી કોઈ સેલેબ્સની બર્થ-ડે પાર્ટી હોય આ કપલ રાતે જ સાથે નીકળે છે. આ પહેલાં પણ ઘણી જગ્યાએ ટાઈગર અને દિશાને સ્પોટ કરવામાં આવ્યા છે.
ભારત ફિલ્મનાં ઈન્ટરવ્યુ દરમિયાન ટાઈગર શ્રોફની કથિત ગર્લ ફ્રેન્ડ દિશાએ જાહેર કર્યું હતું કે, ટાઈગર પ્રત્યે તેનો પ્રેમ એક તરફો છે અને આગળ કહ્યું કે, મેં ટાઈગરને પટાવવા માટે બધું કરી લીધું પણ મેળ પડ્યો નહીં. હવે આવી વાતો વચ્ચે વાંરવાર રાતે ડેટ પર નીકળવું એ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
એકવાર ફરીથી ટાઈગર અને દિશા ડિનર પર સાથે જોવા મળ્યાં હતાં. દિશા તો એકદમ હોટ લાગી રહી હતી. કેમેરાની સામે બંન્નેએ બિંદાસથી પોઝ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જોડી એવી છે કે જે કેમેરામાં પણ દર વખતે બિંદાસ પોઝ આપે છે.
જોકે પાછળનાં દિવસોમાં જ્યારે દિશા આદિત્ય ઠાકરે સાથે ડિનર પર ગઈ હતી ત્યારે ખુબ ટ્રોલ થઈ હતી. દિશા અને ટાઈગરનાં ફેન્સ તેનાથી નારાજ થઈ ગયા હતા.
હવે દીશા પટની કયા ફેમસ એક્ટર સાથે મોડી રાતે ડેટ પર નીકળી? નામ જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
19 Jul 2019 02:17 PM (IST)
એકવાર ફરીથી ટાઈગર અને દિશા ડિનર પર સાથે જોવા મળ્યાં હતાં. દિશા તો એકદમ હોટ લાગી રહી હતી. કેમેરાની સામે બંન્નેએ બિંદાસથી પોઝ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જોડી એવી છે કે જે કેમેરામાં પણ દર વખતે બિંદાસ પોઝ આપે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -